Heart Touching Gujarati WhatsApp Message

એકભાઇ સાંજે કામ પરથી ઘરે આવ્યા. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ બઈરી એ વિલાયેલા મોઢે કહ્યુ, " ગોમડેથી તમારા બાપુજી આયાં છે. એના ચહેરા પરથી એ કંઇક તકલીફમાં હોય એમ લાગે છે"

સાંભળતાની સાથે જ પતિના હોશકોશ ઉડી ગયા.મંદીને કારણે નાનો ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી દેવી પડી હતી. અને મોંડ મોંડ ઘરનું  ગુજરાન ચાલતુ તુ.  એવાંમાં ગોમડેથી બાપુજી આયા છે, તો ચોક્કસ કોઇક મદદ માંગવા માટે જ આવ્યા હશે, આ વિચાર માત્રથી એ ભાઇ ધ્રુજી ગયા. ઘરમાં પ્રવેશીને મુરઝાયેલા ચહેરે પિતાને પ્રણામ કર્યા. સાંજનું ભોજન પતાવીને, પિતાએ પુત્રને કહ્યુ, " બેટા, તારી સાથે થોડી વાતો કરવી છે"

પિતાની વાત સંભળતા જ દિકરાના હૈયામાં ફાળ પડી "નક્કી હવે બાપુજી પૈસાની માંગણી મુકશે. મારી કેવી સ્થિતી છે એનો બાપુજીને જરા પણ વિચાર નહી આવતો હોય ? મને ફોન કર્યા વગર સીધા જ, અહીંયા પહોંચી ગયા આવતા પહેલા ફોન કર્યો હોત, તો હુ ફોન પર પણ તેમને મારી મુશ્કેલી જણાવી શકત".

વિચારોના વાવઝોડામાં સપડાયેલા દિકરાના ખભ્ભા પર પિતાનો હાથ મુકાયો, ત્યારે દિકરાને ખબર પડી કે, પિતાજી એમની બાજુમાં આવીને બેસી ગયા છે. પિતાએ દિકરાને કહ્યુ, " બેટા, તું મહિને એકાદ વખત ગામડે અમને ફોન કરીને વાત કરી લેતો તો. પણ છેલ્લા 4 મહિનાથી તારો કોઇ જ ફોન નથી આવ્યો.  એટલે તને કંઇક તકલીફ હશે એવુ, મને અને તારી મમ્મીને લાગ્યુ. હું તને બીજી તો શુ મદદ કરી શકુ પણ મારી પાસે થોડા ઘરેણા પડેલા હતા. એ વેંચીને આ 50,000 રૂપિયા ભેગા થયા છે એ તારા માટે લાવ્યો છું. હું તો કાલે સવારે ગામડે ચાલ્યો જઇશ પણ બસ ફોન કરતો રહેજે !! તારી મમ્મી બહુ જ ચિંતા કરતી હોય છે. અને કંઇ મુશ્કેલી હોય તો બેધડક કહેજે. તારા માટે જમીન વેંચવી પડે તો એ પણ વેંચી નાંખીશું"

આટલી વાત કરીને પિતાએ, દિકરાના હાથમાં નોટોનું બંડલ મુકી દીધુ. દિકરો કંઇજ ન બોલી શક્યો માત્ર ભીની આંખોએ બાપના ચહેરાને જોઇ રહ્યો. જે બાપની ભિખારી તરીકે કલ્પના કરી હતી એ તો ભગવાન બનીને આવ્યા હતા.

મિત્રો, આપણી મુશ્કેલીના સમયે પોતાનુ સર્વસ્વ આપીને આપણને મદદ કરનાર પિતા કોઇ મુશ્કેલીમાં તો નથીને એ જોવાની ફરજ માત્ર ભગવાનની નહી, આપણી જ છે.

Comments