એક સ્ત્રી ક્યારેય નવરી નથી પડતી,
થાકવાનો તો એને જાણે અધિકાર જ નથી,
ક્યારેક જો એનાથી બોલાઈ જય કે હું થાકી ગઈ છું,
તો, ઠપકાઓ નો વરસાદ વરસી પડે એના પર,
"બસ. . . આટલું કામ કરી ને થાકી ગયા???"
એના જીવન ની ઘડિયાળ ને લોકો ધબ્બા મારી મારી ને ચલાવે છે,
આજીવન એનું આ ચક્ર ચાલતું રહે છે,
અને અંત માં એક દિવસ આ ઘડિયાળ બંધ પડી જય છે,
હંમેશ માટે. . .
અને પછી. . .
એ બધાના જીવનની ઘડિયાળ ખોરવાઈ જાય છે, જેનો પાવર એ એક જ સ્ત્રી ના હાથ માં હતો,
ત્યારે એની કિંમત સમજાય છે.
મિત્રો, આવો. . .
એક નવી દિશા તરફ આગળ વધીએ,
સ્ત્રી ને આપણું ઘડિયાળ ના માનતા,
આપણે એને આપણું જીવન માનીએ,
એ છે તો જ આ જગત માં સુંદરતા છે,
બાકી બધું કદરૂપું છે અહીંયા...
Comments
Post a Comment